હવે આગળ, આપણે આગળ જોયું કે દેવ ના મોઢા પર થી મુસ્કાન હટતી નથી .દેવ મનમાં ને મનમાં આજે વધુ ખુશ છે આજે દેવ ઘરે આવે છે તો તેની બહેન મયુરી પણ પૂછી બેસે છે ભાઈ કાઈ નવીનમાં તો નથી ને ? દેવ : ના દીદી કાઈ નવીનમાં નથી તને કેમ એવું લાગે છે? મયુરી : આજે તું વધુ જ ખુશ દેખાય છે એટલે પૂછ્યું.દેવ : ના દીદી એવું કઈ જ નથી અને હશે તો તને સૌથી પહેલા કહીશ .મયુરી : સાચે જ ને ! મને બનાવતો તો નથી ને ? દેવ: ના દીદી સાચે જ