ગામડાની પ્રેમ કહાની - ૧૯

(49)
  • 3.9k
  • 3
  • 1.6k

ગામડાની પ્રેમકહાની નિશાંત રાણપુરના પુલ પર બેઠો હતો. એ સમયે જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. ભાગ-૧૯ સવારે પક્ષીઓનાં કલબલાટથી સુરજદાદાએ દર્શન દીધાં. રાત્રિના વરસાદ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ચારેતરફ હરિયાળી છવાઈ ગઈ હતી. સુમન સુરજની કિરણ પોતાનાં ચહેરા પર પડતાં જ જાગી ગઈ. બારી તરફ નજર કરતાં, ઝાડ પરથી ઉડતી ચકલીને જોઈને સુમનના ચહેરા પર ખુશી આવી ગઈ. જે ફરી એક જ પળમાં ઓસરી ગઈ. સુમન માટે તેની આઝાદી છીનવાઈ ગઈ હતી. એ ઉડતી ચકલીની જેમ સુમન આઝાદ‌ નહોતી, કે આ ઘર છોડીને ક્યાંક દૂર જઈ શકે. એ વિચારથી જ સુમનની આંખ સવાર સવારમાં જ ભીની થઈ ગઈ.