અહેસાસ પ્રેમનો

(33)
  • 4.1k
  • 1.7k

"મમ્મી, આજે મારે એક્સ્ટ્રા ક્લાસ છે એટલે આવવામાં થોડું લેટ થઈ જાશે."રાધિકા પોતાનું બેગ લઈ ઝડપથી દાદરો ઉતરતા બોલી. "લેટ એટલે કેટલા વાગ્યે આવીશ?"મમ્મી રસોડામાંથી બહાર આવી પૂછ્યું. " મે બી આઠ વાગી જશે.એટલે ખોટી કાંઈ ચિંતા ન કરતી." રાધિકા તેની એક્ટિવા ની ચાવી હાથમાં લેતાં બોલી. " હા પણ, જમવાનું ? લંચ બોક્સ તો લેતી જા.હું નાસ્તો ભરી દઉં એટલી વાર લાગશે." મમ્મી લંચ બોક્સ ભરવાની તૈયારી સાથે બોલ્યા. " ના..ના, આમ પણ મારે આજે લેટ થઈ ગયું છે.હું કેન્ટીન માં નાસ્તો કરી લઈશ.