આત્માની અંતિમ ઇચ્છા - અંતિમ

(88)
  • 4.5k
  • 3
  • 2k

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૧૬ અંતિમડૉક્ટરે સમય ઓછો હોવાની વાત કરીને એક રીતે ચેતવણી જ આપી હતી. કાવેરીને અને બાળને બચાવવા માટે પરવાનગી માગવામાં આવી રહી હતી. ડોકટર પહેલાં એકને બચાવવાનો વિકલ્પ આપીને પછી બંનેના જીવ પર જોખમ હોવાની વાત કરી રહ્યા હતા. લોકેશને થયું કે તે મોડો પડ્યો છે. તેણે લસિકા સાથે સીધો મુકાબલો કરી લેવાની જરૂર હતી. કાવેરી સાથે લસિકા વિશે વાત કરી લીધી હોત તો આજે આ સ્થિતિ ઊભી થઇ ના હોત. પોતે લસિકા સાથેના સંબંધની વાત છુપાવીને મોટી ભૂલ કરી છે. હવે એવો સમય પણ નથી કે કાવેરી સાથે વાત થઇ શકે. પોતાની આ ભૂલ ભારે પડવાની છે.