પ્રણયભંગ ભાગ – 9 લેખક - મેર મેહુલ સિયા અને અખિલ રાત્રે સિયાનાં ઘરની અગાસી પર બેસીને વાતો કરી રહ્યાં હતાં. અખિલે નવો ટોપિક લાવવાની વાત કરી એટલે સિયાએ પુછ્યું, “ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ વિશે શું ખ્યાલ છે તારો ?” “મતલબ, મને કંઈ સમજાયું નહિ” અખિલે પુછ્યું. “મતલબ બે લોકો જ્યારે લાગણીથી નહિ માત્ર શરીરથી જ સંબંધમાં રહે એને ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ કહેવાય. ફ્રેન્ડ બનીને રહેવાનું પણ મજા બધી પતિ-પત્નિ વાળી લેવાની” સિયાએ કહ્યું. “હું એવા સંબંધને નથી સ્વીકારતો, સેક્સ એ પ્રેમનો એક હિસ્સો છે માટે પ્રેમ હોય ત્યાં જ એ શક્ય છે એટલે મારો ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ વિશે