શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 2

(16)
  • 3.8k
  • 1
  • 1.8k

સ્કૂલ માં રિસેસ ની બેલ વાગતા જ બધા વિધ્યાર્થી ક્લાસ માથી બહાર આવે છે, રશ્મિ અને અનીતા પણ ક્લાસ ની બહાર નીકળે છે, અને સીધા જ ગ્રાઉંડ ફ્લોર પર આવેલી કેન્ટીન તરફ આગળ વધે છે, તેઓ જ્યારે નીચે ગ્રાઉંડ ફ્લોર પર આવે છે તે સમયે ઇન્સ્પેક્ટર ગુપ્તાજીની જીપ સ્કૂલના મુખ્ય દરવાજાની અંદર આવતી દેખાય છે. સ્કૂલમા પોલીસની ગાડી જોઈને બધાને નવાઈ લાગે છે. જીપમાંથી ઉતરી ઇન્સ્પેક્ટર ગુપ્તાજી સીધા જ પ્રિન્સિપાલ ની ઓફિસ તરફ જાય છે, ત્યાંં પહોચતા બહાર બેઠેલો ચપરાસી તેમને જોતાં જ ઊભો થઈ જાય છે. “તમારા વાઇસ પ્રિન્સિપાલ કોણ છે? અને ક્યાં મળશે?” ગુપ્તાજી બિલકુલ શાંતિથી નરમ અવાજે