જીવન - એક સંઘર્ષ... - 1

  • 6k
  • 3
  • 2.6k

" જીવન - એક સંઘર્ષ.." પ્રકરણ-1 આ વાર્તા દુનિયાની દરેક સ્ત્રીને સમર્પિત છે. જ્યારે સ્ત્રી લગ્ન કરી પિતાના ઘરેથી પતિના ઘરે આવે છે...અને તે પારકાને પોતાના બનાવે છે. ચાહે કોઇપણ સ્થિતિ હોય, સુખ હોય કે દુઃખ હોય દરેક ભારતીય સ્ત્રી લગ્નના વચનોને છેલ્લા શ્વાસ સુધી ઇમાનદારીથી નિભાવે છે. એટલું જ નહીં પણ તે મૃત્યુ સુધી પોતાના પતિનો સાથ પણ નિભાવે છે. સ્ત્રીને બાળપણથી જ એક સ્ત્રી હોવાનો અહેસાસ કરાવવામાં આવે છે. બાળપણથી જ તેને ઉઠવા, બેસવામાં, રમવામાં અને એવી ઘણીબધી પ્રવૃત્તિમાં એક છોકરી હોવાને કારણે પ્રતિબંધ મુકવામાં આવે છે. અને દરેક છોકરીઓને બાળપણથી જ ભણવાની સાથે ઘરકામ શીખવવામાં આવે છે.