માનસિક સ્વાસ્થ્ય સપ્તાહ

(14)
  • 7k
  • 2
  • 2k

૪ થી ૧૦ ઓકોબર :માનસિક આરોગ્ય સપ્તાહ આજની તનાવભરી જીંદગીમાં શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખોરવાતું જાય છે...એક સંશોધન મુજબ મોટાભાગના રોગો મનોદૈહિક છે.ત્યારે લોકોનું માનસિક સ્વાસ્થ્ય જળવાય તે માટેના પ્રયત્નો આ સપ્તાહ દરમ્યાન કરવામાં આવે છે.અને ૧૦ ઓક્ટોબર માનસિક સ્વાસ્થ્ય દિન તરીકે ઉજવાય છે. આજના ૨૧મી સદીના લોકો હજી માનસિક બીમારીને સ્વીકારી શકતા નથી.માનસિક રોગો કલંકરૂપ ગણી, કેટલાક લોકો સમજવા છતાં પણ ભયભીત થઇ સારવાર માટે જતા નથી.અને ક્યારેક તો અતિ નબળા મનની વ્યક્તિઓ આત્મહત્યા પણ કરી લેતા હોય છે.આ અંગે જાગૃતિ લાવવા સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. માનસિક અસ્વસ્થતા એટલે અનિયંત્રિત અયોગ્ય વર્તન દ્વારા