ગામડાની પ્રેમ કહાની - ૧૭

(49)
  • 4.8k
  • 3
  • 1.9k

ગામડાની પ્રેમકહાની મનને નિશાંતને બધી વાત કહી દીધી. વિકાસ મનનને જોઈને થોડો ગુસ્સે થયો. ભાગ-૧૭ મનન બની વાત કહીને, આરવ પાસે ગયો. આરવ મનનને જોઈને થોડો અસમંજસમાં મૂકાઈ ગયો. મનને આરવના ખંભે હાથ મૂક્યો, ને આરવ બધી વાત સમજી ગયો. "તો તારાં લીધે આરવ નિશાંતને સુમન સાથે વાત કરવાથી રોકે છે??" વિકાસે મનનને પૂછ્યું. "હાં, આમ પણ સુમન સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. સુમન નિશાંતને પસંદ નથી કરતી." મનને વિકાસને કહ્યું. "નિશાંત, આ બંને મળેલાં છે. તું એકવાર સુમન સાથે વાત કરી લે. આ બંને કહે એમ કરવાની કાંઈ જરૂર નથી." વિકાસે નિશાંતને કહ્યું. નિશાંતનુ મન બધાંની વાતો સાંભળીને