એ અંધારામાં ઘેરાયેલી જગ્યા ક્યાંક ક્યાંક આંછો પ્રકાશ ફેંકતા પીળા બલ્બો લટકતાં હતાં. એ હારબંધ ઓરડીઓ વચ્ચેથી સીધાંશુ આગળ ચાલતાં વોર્ડબોયનો દોરવ્યો આગળ વધી રહ્યો હતો. એક વિચિત્ર વાતાવરણ અને એમાંય કોઈક ઓરડીઓમાંથી સંભળાતું આછું રુદન તો ક્યાંક પડઘાતું અટહાસ્ય તો વળી વચ્ચે વચ્ચે સંભળાઈજતો અસ્પષ્ટ બબડાટ, સીધાંશુ ઘૂટન અનુભવી રહ્યો હતો. જલ્દી આ પીડાની ટનલનો છેડો આવે એવાં ઉચાટમાં એ બધું જ ભુલી બસ ક્ષણોને ચીરતો ઝડપી પગલાં માંડી રહ્યો હતો. આખરે બીજાં માળે આવેલી રૂમ નંબર 250 પાસે જઇને એ માણસ અટક્યો. સીધાંશુએ એ મેલી કાટ ખાધેલી જાળીમાંથીઅંદર જોયું. પણ એની આંખો આ દ્રશ્ય જોઈને ડઘાઈ જ ગયી. હૃદય જાણે મૂંગી ચીસ પાડી ઉઠ્યું.. શું.. આ.. આ.. જ હતી રૂહાની, એ હસતી