રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 10

(22)
  • 4.2k
  • 1
  • 1.6k

ભાગ - 10 ભાગ 9માં આપણે જાણ્યું કે... શ્યામે, પોતાના મિત્ર વેદના ગળાના ઓપરેશન માટે પાંચ લાખ જમા કરાવ્યા છે, અને આજે રાત્રે વેદના ગળાનું ઓપરેશન થવાનું છે. આ બધી હકીકતની જાણ...હોસ્પિટલની આજુ-બાજુમાંજ આંટા મારી રહેલ, ખબરી રઘુએ પેલા ત્રણ બદમાશોને જાણ કરી દીધી છે. આગળના દિવસે વહેલી સવારે વેદના પપ્પા ધીરજભાઈ જે બેંકમાં સિક્યુરિટી તરીકે કામ કરે છે, કે જે બેંકનાં રીયાના પપ્પા મેનેજર છે, તે બેંક પાસે વહેલી સવારમાં લોકોનું ટોળું ભેગું થયેલું છે. વહેલી સવારે બેંક પાસે ભેગા થયેલ ટોળાની વચ્ચે, બેંકનો નાઈટ વોચમેન, બેહોસીની હાલતમાં, રોડ વચ્ચે પડેલ