ઠાકુર આજે પણ હાજર છે - 2

(36)
  • 5.1k
  • 1
  • 2.6k

આ દિવ્ય અનુભવ પણ 1974 નો છે. મને આજે પણ એમ લાગે છે કે 1974 નું આખું વર્ષ મારા માટે દિવ્ય અનુભવો નું હતું. ઓખા ના દરિયા કિનારે રોજ રમણભાઈ પટેલ સાથે ફરવા જવાનું અને એમની દિવ્ય વાતો સાંભળવાની. બસ માત્ર ઠાકુર ની વાતો !! વચ્ચે વચ્ચે ભજનો ની પણ રચના કરે ! એક દિવસ રમણભાઈ એ મને શ્રી શ્રી રામકૃષ્ણદેવ ના જીવન ચરિત્ર નું એક પુસ્તક આપ્યું અને કહ્યું કે આ જીવન ચરિત્ર તમે શાંતિ થી વાંચી જાઓ એટલે તમને ઠાકુર નો સાચો પરિચય થશે. મે અગાઉ કહેલું એમ મારી નોકરી ઓખા પોસ્ટ ઓફિસ માં હતી અને મારું કામ