શાંતિની સોડ - ડૉ. સ્મિતા ત્રિવેદી

  • 1.8k
  • 600

૧. ‘હું છું’ અને ‘હું નથી’ ‘હું છું’ અને ‘હું નથી’ આ બંને ભલે વિરોધી ભાસે, પણ આ બંને એક સાથે સતત અનુભવાય અને જે કંઇ થાય તે અહેસાસને હરપળ જીવું છું. ‘બધું જ છે’ અને છતાં ‘કશું જ નથી’ બધાં જ નજીક છે છતાં છે કેટલા દૂર! અને કોઇક છે બહુ જ દૂર છતાં પાસથી ય પાસ! ‘હું છું’ અને ‘હું નથી’. આ ‘મારું’ આ ‘તારું’ છે બસ ઘડીભરનું ચલકચલાણું, માન્યતાઓ કઇ વળી, બસ બધી છે ભ્રમણાઓ! ‘હું’, ‘તું’,’તે’ અને ‘તેઓ’ પણ, ‘હું છું’ અને ‘હું નથી’ ૨. જન્મ – મૃત્યુ. મારા જ મૃત્યુમાં વિસ્તરતો