વિધવા હીરલી - 13

(21)
  • 2.9k
  • 3
  • 1.1k

શહેરમાં ભરતથી સજેલા વસ્ત્રો વખણાયા, હીરલીને એની ખુશી વિપુલ પ્રમાણમાં હતી.જેથી ઘર ચાલી જાય એમ હતું જેથી ખુશીમાં બમણો વધારો થઈ રહ્યો હતો. હીરલી રસ્તામાં એક દુકાનથી કેટલીક ઘર વખરી ખરીદે છે અને સાથે સાથે ભરત કામ માટેનો સામાન પણ લેવા માટે ઉભી રહે છે. પરસેવે રેબઝેબ અને હાફ ચડેલી હાલતમાં ભાણભા ગાંડાઘેલાં બનીને હીરલીની શોધમાં દોડી રહ્યો હોઈ છે.પોતાની નજર રસ્તા પર નાખતા જ એક સ્ત્રી દેખાય છે. નજરને વધુ ધ્યાન આપતા, " આ તો હીરલી જ સ." એમ કહીને પગની ગતી વધારે છે. "હીરલી, ઉભી ' રે....." સાદ પાડ્યો. સાદ કાને પડતા જ જાણે