જીયા જીમી ના પ્રેમ માં એટલી પાગલ થઈ ચૂકી હતી કે તેને પોતાની બેસ્ટ ફ્રેન્ડ જેની ઉપર આ કાળી વિદ્યા નો પ્રયોગ કરવો જોઈએ કે નહીં? તેનું ભાન જીયા ને હતું જ નઈ. જીયા એ પોતાની કાળી વિદ્યા શરૂ કરવા માટે સૌ પ્રથમ કાળા ચોખા નો ઉપયોગ કરી એક ઘેરો બનાવે છે. એ ધેરા ની ઉપર કંકુ થી ચોકડી બનાવે છે. એ ચોકડી ઉપર જીયા જેની નું પૂતળું મૂકી દે છે. પૂતળા ઉપર થોડા કાળા ચોખા નાખે છે. પૂતળા ની ફરતે તે ઘેરા ની અંદર ટાંકણી થી ગોળ ધેરો બનાવે છે. પૂતળા ની ઉપર સાત વખત એક લીંબુ ફેરવે છે.