ભજિયાવાળી - 2

(31)
  • 5.5k
  • 1
  • 2.9k

ગ્રીષ્માના મમ્મી મારી પાસે આવીને ઊભા રહ્યાં... બેઘડીક તો મારી આંખોમાં જ જોયું..પછી ધીમા અવાજે બોલ્યાં, "બેટા ગૌરવ...! તું ક્યારે આવ્યો" "બસ આજે સવારે જ આવ્યો" મેં જવાબ આપ્યો. ગ્રીષ્મા મારી સામે ત્રાંસી નજરે જોતી હતી. મેં કહ્યું, "આંટી તમે અને ગ્રીષ્મા કેમ અહીંયાં ભજિયા બનાવો છો? ભગતકાકા ક્યાં છે? ગ્રીષ્માના મમ્મીએ આજુબાજુ જોયું અને બોલ્યા, "બેટા ઘરે આવ...કેટલા વર્ષો બાદ આવ્યો છે અને હુંએ અહીં ઊભા ઊભા વાત કરું છું.!" ગ્રીષ્માના મમ્મીએ વાત બદલી નાખી....એ મને ઘરે બોલાવતાં હતા. દુકાની પાછળ જ એમનું ઘર ને દુકાનમાંથી જ રસ્તો કાઢેલો હતો. મેં મારા પગ એમના ઘર તરફ માંડ્યા. ગ્રીષ્મા મારી