એક ભૂલ - 7

(19)
  • 5.2k
  • 2.7k

મિહિર અને મીરા મસ્તી કરી રહ્યાં હતાં. આજ મીરા પહેલાં કરતાં ખુશ લાગી રહી હતી. પણ તે મનથી થોડી ઉદાસ જરૂર હતી. મિહિરે નક્કી કરી લીધું હતું કે ગમે તેમ કરી તે મીરાની જીંદગીમાં ફરીથી તેની ખુશી લાવશે જેની તે હકદાર છે. પણ અત્યારે તો મીરાને ખુશ જોઈને પોતે ખુશ થઈ રહ્યો હતો. "મીરા, એક વાત પૂછું?" મિહિર બોલ્યો. "હા બોલ ને.." મીરાએ કહ્યું. "હું અહીં તને શોધતો હતો ત્યારે તારો ફોટો જોઈ એક નાનકડાં છોકરાએ કીધું કે આ તો મીરા ટીચર છે. અને અહીં ઘરે આવ્યો ત્યારે તારાં બા પણ કહેતાં હતાં કે તે નિશાળે ગઈ છે તો તું