ભજિયાવાળી - 1

(33)
  • 6.5k
  • 1
  • 3.2k

ભજિયાવાળી | પ્રકરણ ૧ | યુ.કેની સ્કૂલ ઓફ બિઝનેસમાં મેં બિઝનેસ સ્ટડી કર્યું અને અમેરિકાની કંપનીમાં હવે નોકરી કરવાનો છું. લંડનથી અમેરિકા જતાં પહેલાં વિચાર આવ્યો કે એકવાર વતનમાં જતો આવું તો કેવું રહે. લંડનમાં હું મારા મોટાભાઈ અને ભાભી સાથે રહેતો, ભાઈ સોફ્ટવેર એન્જીનીયર અને ભાભી બેંકમાં નોકરી કરતાં. સવારે નાસ્તો કરતાં હતાં અને ત્યારે મેં ભાભીને કહ્યું, "ભાભી, આજે સવારે વિચાર આવ્યો કે અમેરિકામાં શિફ્ટ થતાં પહેલાં વતનમાં ફરતો આવું તો! ભાભીએ કહ્યું, "અરે વાહ, મસ્ત આઈડિયા છે, મારે પણ ઇન્ડિયા જવું છે પણ, જોને આ નોકરી અને બોન્ડ !