જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 65 (અંતિમ) લેખક – મેર મેહુલ જૈનીતે વિક્રમ દેસાઈને ધરાશાય કરી દીધો હતો.નેહા શાહ કોણ હતી એ રહસ્ય હજી બહાર નહોતું આવ્યું પણ તેનાં વિશે જાણીને વિક્રમ દેસાઈના હોશ ઉડી ગયાં હતાં. જૈનીતે કોઈને કૉલ કરીને બોલાવી હતી. સૌ દરવાજા પર મીટ માંડીને ઉભાં હતાં.થોડીવારમાં એક સ્ત્રી દરવાજામાંથી પ્રવેશી.એ કૌશલ્યાબેન હતાં.કૌશલ્યાબેન એટલે બીજું કોઈ નહિ પણ જૈનીતના બડી જ.વિક્રમ દેસાઈને કારણે જેઓના પર બે વર્ષ સુધી અત્યાચાર થયાં હતાં,અગાઉ જણાવ્યું હતું એ મુજબ સ્ત્રીઓનું સૌથી કિંમતી ઘરેણું તેનું સન્માન,તેની ઈજ્જત હોય છે.વિક્રમ દેસાઈએ જે છીનવી લીધું હતું. તેઓ અંદર આવ્યાં