આખી રાતના ઉજાગરા પછી નેત્રિ સવારે જૈમિકને ફોન કરવાને બદલે મેસેજ કરીને જણાવે છે કે હું ઘરથી નજીકના બગીચામાં તમારી રાહ જોઉં છું સીધા ત્યાં આવજો અને મને ભરોસો છે તમે આવશો જ. મેસેજ જોઈ જૈમિક વિચારે છે આવીશ તો ખરો જ ને મારે મારા હજાર પ્રશ્નના જવાબ લેવાના છે તારી પાસે. આજ સુધી ક્યારેય જૈમિકને મળવા માટે સમયસર તૈયાર થઈને ન આવતી નેત્રિ આજે પહેલીવાર જૈમિકની રાહ જોવે છે. આતુરતાથી રાહ જોતી નેત્રિ ખુબજ બેચેનીથી બગીચાના દરવાજા સામે જોયા કરે છે અને વિચાર્યા કરે છે ક્યારે આવશે જૈમિક.....? એ આવશે તો ખરાં