જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 64 લેખક – મેર મેહુલ વિક્રમ દેસાઈએ મહેતાની ખોપરીનું નિશાનું લીધું હતું.તર્જની આંગળી ટ્રિગર પર રાખવા ઉગારી બરોબર એ જ સમયે તેનાં હાથ પર જોરદાર ફટકો લાગ્યો અને રિવોલ્વર ઉછળીને દૂર પડી. “કાળ કોઈ દિવસ છોડતો નથી”જૈનીતે અટહાસ્ય કર્યું, “આ લાઇન યાદ છે ને વિક્રમ દેસાઈ!!” “ઓહહ…તો આ એક ષડ્યંત્ર હતું”વિક્રમ દેસાઈએ જમણા હાથની કલાઈને ડાબા હાથ વડે સહેજ મરોડતા કહ્યું. “હા વિક્રમ દેસાઈ,તારી જેવાં લોકો પાપનું મૂળ છે અને મૂળને જડમાંથી જ ઉખેડવું પડે છે”મહેતાએ ડાયલોગ માર્યો. “તો તમે ભૂલ કરો છો મહેતાં સાહેબ,મને મારવો એટલો આસાન નથી.તમે મારાં સામ્રાજ્યમાં ઉભા