કોલ સેન્ટર (ભાગ-૪૯)

(58)
  • 4.9k
  • 4
  • 2.1k

જિંદગીમાં એક-બે એવી વ્યક્તિ હોવી જોઈએ કે જેની પાસે દિલની કિતાબ ખુલ્લી મૂકી શકાય.બધી વાત બધાને કહેવામાં પણ સરવાળે આપણે આપણું ગૌરવ ગુમાવતા હોઈએ છીએ.પણ આ તો તારા પ્રેમની વાત છે અનુપમ એ તારે જ ઉકેલ વાની છે અને તારે નંદિતાને કહેવું જ પડશે કે હું પલવીને પ્રેમ કરું છું.**********************************આ બધો ભાર સાથે રાખીને ફરવાની મારે શું જરૂર છે. અમુક ભાર જિંદગીમાં ખંખેરવો પડે છે.અમુક વાતો ભૂલવી પડે છે.હળવા ન થઈએ તો હળવાશ લાગવાની જ નથી.માટે તારે કોઈ પણ સંજોગોમાં નંદિતાને વાત કરવી જ પડશે.જે આજ થવાનું છે તે આવતી કાલે પણ થશે.શું અનુપમ તું વિચારી રહ્યો છે?કઈ નહિ પલવી