ત્રણ વિકલ્પ - 10

(43)
  • 3.8k
  • 4
  • 1.9k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૦ સંતોષ ડ્રાઈવર સાથે વાત કર્યા પછી માધવને ફોન કરે છે. માધવ પણ સંતોષના ફોનની રાહ જોઈ રહ્યો હતો. “માધવ, મારે ડ્રાઈવર સાથે વાત થઈ... નિયતિએ એક જ ફોન કર્યો હતો... એની નાનીને... બીજું... તાર અજબ પ્રેમ સાચો પડ્યો... તારા તુક્કાએ ગજબ કર્યો... માત્ર એક વાત તને કામ લાગે એવી છે કે… નિયતિ કાલે વેરાવળ જવાની છે.” માધવને તીર નિશાના ઉપર લાગ્યું તેની ખુશી થાય છે સાથે અચરજ પણ થાય છે: “વેરાવળ! ત્યાં એને શું કામ હશે? બીજી કોઈ વાત જાણવા નથી મળી? નિમિતા, એની મમ્મી?” “ના... બસ કાલે વેરાવળ જશે... અને