મેહા ચેન્જ કરી રજતને મોબાઈલ આપવા જાય છે. રજત મેહાનાં રૂમમાંથી નીકળી ક્રીનાના રૂમમાં જાય છે. ક્રીનાના રૂમમાં જતાં જ રજત ક્રીનાને વળગી પડે છે. ક્રીના રજતની પીઠ પસવારે છે. મેહા રજતને મોબાઈલ આપવા જતી હતી કે ક્રીનાના બેડરૂમમાં રજતને જોય છે. મેહા ક્રીનાના રૂમ તરફ આગળ વધે છે. નિખિલ:- "સાલે સાહેબને શું થયું?"નિખિલના શબ્દો સાંભળી મેહા અટકી જાય છે. મેહાને પણ જાણવાની ઈચ્છા થાય છે કે રજતને શું થયું? મેહા રૂમની બહાર સંતાઈને સાંભળે છે. ક્રીના:- "રજત આજે થોડો ઈમોશનલ થઈ ગયો છે. ને એ જ્યારે જ્યારે ઈમોશનલ થાય છે ત્યારે ત્યારે એ મને આમ જ ગળે વળગી પડે છે. અને હા