ત્રણ વિકલ્પ - 9

(43)
  • 3.4k
  • 3
  • 1.7k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૯ રાધા-સદનમાં પ્રવેશતાની સાથે નિયતિને કેટલાય મહિનાઓ પછી ઘરમાં આવ્યાની અનુભૂતિ થાય છે. બે વર્ષથી દરેક દિવસ અજંપામાં વિતાવ્યો હતો. આજે ચહેરા ઉપર નીરવ શાંતિ સ્પષ્ટ દેખાતી હતી. આજે નિયતિ બધી તકલીફ, વેદના, દુ:ખ, બદલો, ગુસ્સો, દરેક કષ્ટદાયક યાદો બંગલાની બહાર મૂકીને ફરીથી તરુણાવસ્થાના માસૂમ સ્મિત સાથે ઘરમાં આવે છે. પરંતુ એ માસૂમ સ્મિતમાં પોતાના પહેલાં પ્રેમને મેળવી ના શકી તે વસવસો ચહેરા પર સ્પષ્ટ તારી આવતો હતો. ડાઈનિંગ ટેબલ ઉપર ઘરના બીજા સભ્યો બેઠા હોય છે. નિયતિ સૌથી પહેલાં મંદિરમાં જાય છે. પગે લાગી બહાર દીવાલ ઉપર બે ફોટા લટકાતા હોય