એક ભૂલ - 5

(25)
  • 5.7k
  • 3.1k

સૂર્ય બસ ઊગવાની તૈયારીમાં જ હતો. તેનું આછું આછું અજવાળું આખાં આકાશમાં જાણે લાલ - કેસરી રંગની રંગોળી પૂરી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. ઉત્તરમાં હિમાલય તથા દક્ષિણમાં શિવાલિક પર્વતોથી ઘેરાયેલ એવું આ દહેરાદુન ઘણાં બધાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે અને હોય કેમ નહીં, રોજની ભાગદોડવાળી જિંદગીમાં થોડો સમય આવા કુદરતી વાતાવરણમાં વિતાવવાથી મન પણ પ્રસન્ન થઈ જાય છે. સૂર્યનો પ્રકાશ બારીમાંથી થઈ રૂમમાં આવી રહ્યો હતો. અને બીજી તરફ થતો પક્ષીઓનો કલરવ સાંભળી મીરા જાગી ગઈ. તે ઊભી થઈ બહાર નીકળી અને થોડીવાર સુધી પહાડો, આકાશ અને પક્ષીઓને જોઈ રહી. પછી તે પોતાનો નિત્યક્રમ પતાવીને