શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૧૫- "કરવટ બદલે લાશ..!! "આમ તો દિવાળી પ્રકાશ નો તહેવાર કહેવાય પણ હોસ્પિટલમાં કઈ રાત અમાસની બની જાય તે કહેવું અશક્ય છે.દિવાળીને ગણતરીના દિવસો બાકી હતા, ડેન્ગ્યુ ની સિઝન તેના અંતિમ તબક્કામાં હતી.પી.આઈ.સી.યુ. આખુ ફૂલ હતુ.૩ પેશન્ટ વેન્ટિલેટર પર હતા, અને વૉર્ડમાં અમારું પેશન્ટ અચાનક ખરાબ થયું.પી.આઈ.સી.યુ મા દોડાદોડ ચાલુ હતી, ઓલમોસ્ટ બધા જ ડૉક્ટર ત્યાં હતા.અમારું પેશન્ટ જે ચોથું વેન્ટિલેટર ખાલી હતું તેના પર મૂકવામાં આવ્યું પણ હાલત વધારે ખરાબ હોવાના લીધે તે એક્સપાયર થઈ ગયું.એક્સપાયરી ડિક્લેર કરીને અમે હજી હમણાં જ આવ્યા હતા તેટલામાં બીજા યુનીટનુ બીજુ એક પેશન્ટ તે જ વેન્ટિલેટર પર