હમણાં ફેસબુક ઉપર એક ગ્રૂપમાં જોડાવાની સતત રિક્વેસ્ટ આવતી હતી. મેં રિક્વેસ્ટ સ્વીકારી નહીં એટલે એડમિને ઈનબોક્સ મેસેજ કર્યો કે, બીજા ઘણા લેખકો અને પત્રકારો આ ગ્રૂપમાં છે તો પછી તમને જોડવામાં વાંધો શું છે. મેં કહ્યું મને બીજાથી કોઈ વાંધો નથી પણ મારા પોતાનાથી વાંધો છે. હું સોશિયલ મીડિયાનો ઉપયોગ મારા પૂરતો અને પ્રમાણસર કરું છું. લોકો સાથે જોડવાનું મને પસંદ છે પણ મને સોશિયલ મીડિયાની ઘેલછા નથી. સોશિયલ મીડિયાની ઘેલછા અત્યારનો લાઈફસ્ટાઈલ ડિસિઝ છે. બ્લડ પ્રેશર, ડાયાબિટિસ, એન્ક્ઝાઈટી, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન બાદ હવે વોટ્સેપાઈટિસ, ફેસબુકાઈટીસ, ઈન્સ્ટાઈટિસ જેવા રોગનું પ્રમાણ વધી રહ્યું છે. વધુને વધુ સ્માર્ટ ફોન આવતા ગયા