સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-49

(92)
  • 6.5k
  • 9
  • 2.8k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-49 મોનીકાબેન મોહીતનાં આગ્રહ પછી મલ્લિકાનાં સાસુ સસરાં આવેલા અને બધી વાતચીત થઇ રહી હતી. તારાં પાપા અને મલ્લિકાનાં પાપાએ ડ્રીંક લીધુ હતું અમે લોકો એમને નાસ્તો આપી રહેલાં સાથે વાતો ચાલી રહેલી એમ મોહીત માં નાં મોઢે સાંભળી રહેલો. મોહીતે માંને કહ્યું માં આમાં એવું કંઇ ના લાગ્યું કે પાપાને કોઇ આધાત લાગે એનાં માંબાપતો છે જ અવળીવાણીનાં આપણે ઓળખીએ જ છીએ અને મલ્લિકાની માં એનાં પાપા પર હાવી જ થઇ ગઇ છે પેલા જોકરનું કંઇ ચાલતું જ નથી. માં એ કહ્યું "અહીં સુધી બરાબર હતું. એનાં પાપાએ તો પેટ ભરીને ઢીંચ્યું હતું પછી એવું લાગ્યું