જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 58 લેખક – મેર મેહુલ ખુશાલે જૈનીતને બચાવ્યો હતો.હાલ એ જૈનીતના ખભાથી ખભો મેળવી જૈનીત સાથે કામ કરી રહ્યો હતો.તેણે જ રેંગાને જાળમાં ફસાવ્યો હતો.તેની પાસેથી માહિતી મેળવી એક ફાઇલ તૈયાર કરી હતી અને જુવાનસિંહને આપી હતી.હસમુખ પટેલના નામમાં હજી પડદો પડેલો હતો.એ વ્યક્તિ આમ પણ મહત્વનો નહોતો.હવે સીધી વિક્રમ દેસાઈ સાથે જંગ લડવાની હતી. “આ ફાઈલમાં જે માહિતી છે એ મેં રેંગા પાસેથી ઓકાવી હતી.આપણા મિશન માટે આ અગત્યની માહિતી છે”ખુશાલે જૈનીતના બેડ નીચેથી ફાઇલ કાઢી. “એક કૉપી મેં જુવાનસિંહને આપી છે અને તેની પાસે મદદ મળી રહેશે એવી મને આશા