એક અનામી વાત - 12

  • 3.3k
  • 1
  • 694

એક અનામી વાત ભાગ-12 ચસ્કેલ ગાંડી છોકરી? તે દિવસે પ્રિન્સીપાલ ઓફિસની બહાર ઘણી ભીડ જમા થયેલી હતી બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને એ છોકરીને જોવા આવ્યા હતા જેને શિખામેડમે કોલેજના પહેલા જ દિવસે આઠ દિવસ માટે બરતરફ કરી હતી. આખરે છેલ્લા અઠવાડીયાથી સતત લાખા પાસેથી બધા તેના જ પરાક્રમો સાંભળતા આવ્યા હતા. આખરે કોણ હતી એ ગાંડી છોકરી જે સ્ટુપીડ લેક્ચર્સ ભરવા માટે કોલેજમાં આવવા માંગતી હતી? નક્કી ચસ્કેલ જ હશે. આજે તે ફરી પાછી કોલેજમાં આવી હતી અને પ્રીન્સીપાલસરે તેને પોતાની કેબીનમાં મળવા માટે બોલાવી હતી. આ વાતની ખબર પડતાજ બધા વિદ્યાર્થીઓ આજે ઓફીસ બહાર તે છોકરીની રાહ જોવા લાગ્યા