અંગત ડાયરી - જમૂરો

  • 4.2k
  • 1
  • 1.4k

અંગત ડાયરી ============શીર્ષક : જમૂરો લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૦૯, ઓગષ્ટ ૨૦૨૦, રવિવાર કોઈ તમને પૂછે કે ‘કુદરત એટલે શું?’ તો તમે શું જવાબ આપો? આ ઝાડ, પાન, નદી, પર્વત, આકાશ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર એવું એક લીસ્ટ આપણે આપીએ. કદાચ વધીને હાથી, ગેંડા, ચકલા, ચકલી, વાંદરા, ગધેડાનો પણ તેમાં ઉમેરો કરીએ. પણ તમે માર્ક કર્યું? આ લીસ્ટમા ‘માણસ’નું નામ ઉમેરવાનું આપણને યાદ નથી આવતું અથવા મન નથી થતું અથવા તો આપણે ‘માણસ’ના કુદરતી હોવા અંગે અવઢવમાં છીએ! માણસના વાણી, વર્તન અને વિચારોમાં એટલી બધી કૃત્રિમતા વ્યાપી ગઈ છે કે માનવજાતને ખુદને પોતાના કુદરતી હોવા અંગે શંકા