જોકર – સ્ટૉરી એક લુઝરની – 57

(62)
  • 5.8k
  • 6
  • 1.9k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 57 લેખક – મેર મેહુલ વિક્રમ દેસાઈએ એડીચોટીનું જોર લગાવ્યું હતું પણ જોકર કોણ છે એ તે જાણી શક્યો નહોતો.તેના મતે જૈનીતને માત્ર મોહરો બનાવવામાં આવ્યો હતો.તેની નજર સામે જૈનીતને લગભગ મારી જ નાખવામાં આવ્યો હતો અને જો જૈનીત જીવતો હોય તો પણ એ તરત રિએક્શન આપે એ હાલતમાં નહોતો એ વિક્રમ દેસાઈ જાણતો હતો. એ જ વિક્રમ દેસાઈની મોટી ભૂલ હતી.તેનું ધ્યાન જૈનીત પરથી હટી ગયું હતું.એ કોઈ નવા દુશ્મનની આશા રાખીને બેઠો હતો.બે દિવસથી રેંગો પણ ગાયબ હતો એટલે તેનો શક વધુ મજબૂત થયો હતો.તેણે રાતોરાત પોતાની સિક્યુરિટી બે