મારી પ્રેયસીને...

  • 4.2k
  • 1.1k

૧)"હું તો ચાલી પાણીલા ભરવા"હું તો દોડી દોડી જાઉં તલાવડી ભણી,માથે લેતી જાંવ સોના રૂપાની હેલ રૂડી.સહિયરોને સાથ ચાલી પાણીલા ભરવા,સોળે શણગાર સજી ચાલી વાલમને મળવા.હું તો નીકળું છું ઘરેથીં મારી ગાગરડી ભરવા,વાલમ મારો આવે તળાવ કાંઠે ગાવલડી ચારવા.ગાગરડી મારી ડૂબી ડૂબી જાય તલાવડીમાં,હું તો ખોવાઈ જાંવ મારા વાલમની યાદમાં.હું તો માથે હેલ મુકાવું રૂડી મારા વાલમને હાથ,શરમના શેરડા ફૂટે જ્યારે આંખડી મળે વાલમની સાથ.-ભરત રબારી(માંગરોળ, જી. જુનાગઢ) ૨)"બસ એટલી જ કામના"લખું છું રોજ બે-બે શબ્દો તારા નામના,બને એક ગઝલ બસ એટલી જ કામના.તારી સાથે એક સાંજ મન ભરી માણવી છે,સાંજ પછી ફરી સવાર વિતાવવાની કામના.સાંભળવા છે તારા મુખેથી પ્રેમમાં બે