જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 56 લેખક – મેર મેહુલ મારી પાછળ વિક્રમ દેસાઈના માણસો પડ્યા હતા.તેઓ મને દોડતા જોઈ ગયાં હતાં.મારી પાસે હાલ છુપાવા સિવાય કોઈ રસ્તો નહોતો કારણ કે હું એકલો હતો અને એ આઠ-દસ લોકો.થોડે દુર જતાં મને ડાબી બાજુ બાવળની વાડ દેખાઇ.ત્યાંથી ખેતરમાં એક રસ્તો જતો હતો.હું ખેતરોમાં જ મોટો થયો હતો.આ ખેડેલા ખેતરમાં હું પવનવેગે દોડતો હતો જ્યારે પેલાં લોકો મહામહેનતે ચાલી શકતાં હતાં. ખેતર પૂરું થયું એટલે મેં તે લોકોને પાછળ રાખી દીધાં હતાં.એ ખેતરની વાડ ઓળંગીને હું બીજા ખેતરમાં પહોંચી ગયો.ત્યાં કુવા પાસે એક ઓરડી હતી.હું એ ઓરડીમાં જઈને