કલાકાર - 4

(92)
  • 6.1k
  • 3
  • 3.1k

કલાકાર ભાગ – 4લેખક – મેર મેહુલ અક્ષયે મેહુલની ઑફિસનો દરવાજો ખોલ્યો. અંદર પલ્લવી અને મેહુલ ચર્ચા કરી રહ્યાં હતાં.“આવ A.k , તારી જ રાહ જોતાં હતાં” મેહુલે અક્ષયને આવકારતાં કહ્યું. અક્ષય અંદર પ્રવેશ્યો, ધીમેથી બારણું બંધ કરી, પલ્લવીની બાજુની ખુરશી પાસે આવી ઉભો રહ્યો.“બેસ” મેહુલે ઈશારો કરીને કહ્યું અને પોતે ઉભા થઇ ગયાં.“તને એક ખાસ મકસદથી બોલાવવામાં આવ્યો છે, આ વખતે દુશ્મન તગડો છે. પુરી CID ટિમ પર એવી મુસીબત આવી પડી છે જેને દૂર કરવામાં ન આવી તો મોટું નુકસાન થશે” મેહુલે કહ્યું.“પહેલી ના બુજાવો સર. વાત શું છે એ કહો” અક્ષયે કહ્યું.“ચાલ મારી સાથે” કહેતાં મેહુલ