તરસ પ્રેમની - ૪૬

(53)
  • 6.3k
  • 9
  • 1.6k

મેહા એના ફ્રેન્ડસ પાસે ગઈ અને એ લોકો સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ. થોડીવાર પછી બધાં જમવા લાગ્યા. મેહા અને મેહાનો પરિવાર ઘરે પહોંચે છે. બધા ખૂબ થાકી ગયા હતા એટલે સૂઈ જાય છે. બીજા દિવસે સવારે મેહા ઉઠે છે. નાહી ધોઈ ચા નાસ્તો કરે છે. મેહા બહાર બેઠાં બેઠાં રજત સાથે વિતાવેલી પળોને યાદ કરી રહી હતી. રજત મારી લાઈફમાં આવ્યો ત્યારબાદ જીંદગી કેટલી સુંદર લાગતી હતી. અને અત્યારે જીંદગી કેટલી ઉદાસ લાગે છે. ક્યાં સુધી હું રજતની રાહ જોઈશ. શું ખબર રજત કરતાં કોઈ મને બેટર મળી જાય. જે મારું ધ્યાન રાખે.