શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૧૧: "ખુલ્લા વાળનો ખોફ..!!"શિયાળો વિદાય લેતો હોય અને ઉનાળાના આગમનની સહેજ વાર હોય એ સમયની રાતો મનને કંઇક અલગ જ શાંતિ આપે છે.ના વધારે ઠંડી ના વધારે ગરમી, મોસ્ટ કમ્ફ્ટૅ આપે એવુ વાતાવરણ.આવીજ એક રાતનો અંત અને સવારની શરૂઆત હતી ત્યારેજ એક પેશન્ટ આવ્યુ,પેરેન્ટસ બાળકને ખોળામા ઉંચકીને દોડતા લઇને આવ્યા,બાળકને ખેંચ આવે છે સર, જલ્દી કંઇક કરો,બાળકના મોઢામા ફિણ જ ફિણ, આંખો સ્થિર રીતે ઉપરની બાજુ ફરેલી, અને જટકા મારતા એના હાથ પગ. વિગો સિક્યોર કરીને લોપેઝ આપવામા આવ્યુ, પણ ખેંચ ના જ બંધ થઇ.અંતે એન્ટિએપિલેપ્ટિક ઇપ્ટોઇનને લોડ કરવામા આવી, દવાની અસર શરૂ થઇ, ખેઁચ