જોકર – સ્ટૉરી એક લુઝરની – 53

(70)
  • 5.3k
  • 7
  • 2k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 53 લેખક – મેર મેહુલ “આગળની સ્ટૉરી પછી આગળ ધપાવીએ?”ખુશાલે પૂછ્યું. “પણ કેમ?”ક્રિશાએ અણગમા સાથે પૂછ્યું, “મારે જાણવું છે,જૈનીત સાથે એવું તો શું થયું કે રેંગો તેનાં સુધી પહોંચી ગયો,જૈનીત પોતાનું કામ સિફતથી કરતો હતો તો પછી રેંગો તેના સુધી કેવી રીતે પહોંચ્યો?” “એ તો જૈનીત જ જાણે,તેણે ડાયરીમાં એ બધું નથી લખ્યું.વિક્રમ દેસાઈનો એક કૉલ આવ્યો અને જૈનીતના બધા પ્લાન પાણીમાં ધોવાઈ ગયા,જૈનીતે માત્ર એટલું જ લખ્યું છે” “પણ કેવી રીતે?,વિક્રમ દેસાઈના હાથમાં એવું તો શું લાગ્યું હતું?”ક્રિશાએ ભાવહીન નજરે ખુશાલ સામે જોયું. “હતું કોઈ ગદ્દાર”ખુશાલે કહ્યું, “જૈનીતની બધી જ વાતો વિક્રમ