મધદરિયે - 14

(15)
  • 2.3k
  • 1.1k

અગાઉ આપે જોયું કે સુગંધાએ પરિમલને પ્રિયાની સચ્ચાઈ જણાવી.. ચંકી અને અમિત વિશે પણ જણાવ્યું..કઈ રીતે એ ભોળી છોકરીઓને ફસાવતા હતા એ બધું જણાવ્યું..પરિમલ પોતાની ફાઈલ સુગંધાને આપીને એની લડાઈમાં પોતે સાથ આપશે એવું જણાવે છે.. હવે આગળ.. સુગંધાએ ફાઈલ વાંચવાનું શરૂ કર્યું..પહેલું જ નામ આવ્યું.મુમતાઝ ભટ્ટી.. પરિમલે અત્યાર સુધી જે કંઈપણ સંશોધન કર્યું હતું એની તમામ વિગતો આ ફાઇલમાં હતી.. મુમતાઝ ભટ્ટી...દાહોદના એક નાનકડા ગામમાં રહેતી હતી..કામની લાલચે રહીમ પાયક એને અમદાવાદ પોતાની સાથે આવવાનું કહે છે.. અમદાવાદમાં એ ગયો પછી પૈસેટકે સુખી હતો.. એકલી મુમતાઝ કેમ જાય??એની મા એને આનાકાની કરે છે પણ રહીમ સાથે વારંવારની મુલાકાતે આંખ