પાઠશાળા બની મારી જીવનશાળા.

(18)
  • 5.7k
  • 1.4k

આજે વાત કરવી છે મારી એ જીવનની પાઠશાળાની કે જ્યાં મારા જીવનનું ઘડતર થયું છે અને મને જ્યાં સમજણ મળી છે સાથે જીવન જીવવાની કળા પણ શીખવા મળી છે અને મને સ્વર્ગથી પણ વધારે વહાલી છે એવી મારી શાળા એટલે શ્રી વિનય મંદિર ઉત્તર બુનિયાદી વિદ્યાલય બુઢણા.હા,વિનય મંદિર એટલે ખરેખર ઓક્સિજનની ફેકટરી કારણ કે ભાવનગર જીલ્લામાં કદાચ ક્યાંય આટલાં વૃક્ષો અને આટલું મોટું મેદાન નહિ હોય અને તે પણ ગ્રાન્ટેડ શાળામાં.હું એમ કહું કે અમારી શાળામાં વૃક્ષો ના હતાં પણ વૃક્ષો વચ્ચે અમારી શાળા હતી.જેમ ઓક્સિજનની ફેકટરી કુદરતે આપી તેમાં સૌથી વધુ નસીબ તો તારે સાંપડ્યું જયારે આ સ્કૂલને ઉત્તમ,ઉમદા,કર્તવ્યનિષ્ઠ