ત્રણ વિકલ્પ - 6

(44)
  • 4.2k
  • 3
  • 2k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૬ હર્ષદરાય સમજતા હતા કે માધવ કોઇપણ છોકરી સાથે બળજબરી કરશે નહીં. એ નિર્ણય કરે છે કે, 'નિયતિની બુધ્ધિ ઠેકાણે લાવવાનું કામ ઘરમાં કોઇને ખબર ના પડે તે પ્રમાણે પોતે કરશે.' માધવ પપ્પાની ચુપકીદીથી મનમાં બોલે છે, ‘તમારો દીકરો છું! તમે શું કરશો તે ખબર નથી, પણ મારે તમારા ઉપર બાજનજર રાખવી પડશે.’ સુહાસિનીને ચિંતા થાય છે કે, ‘હર્ષદરાયનો સ્ત્રીઓ પ્રત્યેનો અણગમો અને પુરૂષ હોવાનું ગુમાન; હવે તેમને શું કરાવશે ખબર નથી!’ સેજલ વિચારે છે કે; ‘પપ્પા, આ અનુપ નથી, માધવ છે. આ વખતે તમારી હાર નક્કી છે!’ ઘરના દરેક સભ્ય મનમાં