સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-43

(111)
  • 7k
  • 10
  • 2.9k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-43 મલ્લિકા પોતાનાં રૂમમાં પોતાનેજ બંધ કરીને બેસી ગઇ હતી. બધાં સ્ટાફને ઘરમાં આવવાની જ ના પાડી દીધી અને પોતાને એકાંત જોઇએ છે એવું આડકતરી રીતે સમજાવી દીધુ હતું. પોતાનાં અને મોહીતનાં મિલનની પળો વાગોળી રહી હતી અને પહેલેથીજ કેટલી ચબરાક હતી અને મોહીતને રીતસર કેવો ટ્રેપમાં લીધેલો એ બધું યાદ આવી રહેલું મોહીત એને રૂમ શેરીંગમાં મળી ગયેલો એજન્ટ દ્વારા જાણવા મળેલુ કે એ સુરતનો છે એને મુંબઇ અથવા શહેરનો કોઇ પાર્ટનાર જોઇતો હતો. ગુજરાતી સાથેજ રહેવુ હતું પછી એ છોકરો હોય કે છોકરી લકીલી બંન્ને કોલેજમાં સાથેજ હતાં એટલે સંપર્ક થયેલો અને એ મોહીત સાથે