કાવ્યસેતુ -10

  • 4k
  • 1.4k

ખુદથી ફરી પ્રેમ થઇ ગયો! પ્રેમ થયો... ફરી પ્રેમ થયો....જૂની લાગણીઓ સાથે,જૂની યાદો સાથે,એ હર એક પલ સાથે જેને નેવે મૂકી દીધા હતા અજાણ્યે,ખરેખર તો પોતાની જાત સાથે જ!સફળતાના શિખર પાર કરવા,દોડતા જ રહ્યા નિરંતર,બધું જ મેળવીને છતાંય જે ગુમાવ્યું,એ પામી લીધું,એ પ્રેમ પામ્યો જે અંતઃકરણમાં હજી સૂતો હતો!જૂની એ પસ્તીના ઢગલામાંથી,ચીતરેલા સ્વપ્નાં કાઢ્યા,ને એને જીવંત કરવાની મોકળ માંડી,ઘરના એ ખૂણાઓ જ્યાં બેસવા સમય નહોતો,એ જ ખૂણાઓને ખુદના અહેસાસથી સિંચન કરવા,એ ઘરનો સ્નેહ પામવા સમય મળ્યો!પ્રેમ થઇ ગયો...મને ખુદથી ફરી પ્રેમ થઇ ગયો! ................................................. પ્રેમપત્ર એ મીઠાશ ભરી વાચામાં,સંવેદના હતી સુરમ્યતામાં,અઢળક એ પૂર્ણ પ્રેમમાં,છલકાતો અતૂટ લાગણીમાં,અલય અવાક પાનામાં,અક્ષરો અમથા આભામા,લખાન