ત્રણ વિકલ્પ - 5

(54)
  • 5k
  • 4
  • 2k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૫ "મમ્મી, જે વાત તું ૨૦ વર્ષથી સહન કરે છે, એ જ વાત હવે તારાથી સહન થતી નથી!" નિયતિના પ્રશ્નએ રાધાના દિલમાં એક વજ્રાઘાત કર્યો હતો. માતા-પિતાનાં ૨૦ વર્ષના લગ્નજીવનને, ૧૦ મિનિટની વાતચીતમાં ૧૪ વર્ષની દીકરી, કેટલા પ્રમાણમાં સમજી શકી છે! એ અંદાજ કરવો અશક્ય હતો. રાધાની ઇચ્છા નહોતી, આનંદની બીજી પત્ની અને બાળક વિષે વાત કરવાની. બાળકો પોતાના બાપને નફરત કરે, એક માની એવી ઇચ્છા ક્યારેય હોય નહીં. બન્ને દીકરીઓને સંપૂર્ણ સત્ય ખબર પડે, એ પણ જરૂરી હતું. નિયતિ માટે એના પપ્પા એક આઇડિયલ, સુપર હીરો હતા. રાધાની સામે પોતાના જીવનમાં