કવિતેઓ અને અછાછંદ ગઝલો====================== લેખક:- મુકેશ રાઠોડ. (મન)#########કવિતા:- ૧=========ગાય, ભેંશ, હાથી કે બકરી,નથી વાત પશુતાની!!આ વાત છે માનવતાની ,ગૌ માટે કઈ કેટલાય માર્યા,મોત કાજે ડગ પાછાં ના ભર્યા,એ વીર હતા બલિદાની,આ વાત છે માનવતાની.દિન દુઃખિયા ની સેવા કરતો,ભૂખ્યા ને એ ભોજન ધરતો,ના બનતો અભિમાની,આ વાત છે માનવતાની.હોય ભલે ના ઘર માં દાણા,તોય પીરસતા હેત થી ભાણા,એ નિશાની સમજણતાની,આ વાત છે માનવતાની.#####################₹###########કવિતા :- ૨#######તું નાનો ને હુ મોટો,એ વાત માં નથી કઈ મરમ,સૌ થી મોટો માનવ ધરમ.નાત જાત ના વાડા કર્યા,ઉચ નીચ ના ખાડા કર્યા,તને કેમ ના આવે શરમ?સૌ થી મોટો માનવ ધરમ.યાદ કર પોતાની ફરજ,મારે કોઈ ની શી ગરજ,?એ તોડિદે ખોટો