સ્પંદન-૪સ્પંદન હોસ્પિટલ1st ફ્લોરનર્સિંગ રૂમ...3.00 PMરજત નર્સિંગરૂમમાં એટલે કે સ્ટાફરૂમમાં આમતેમ આંટા મારી રહ્યો’તો.. ક્યારે ૭ વાગે એની રાહ જોઈ રહ્યો’તો... મનમાં ને મનમાં જીગરને ગાળો આપી રહ્યો’તો.. ૭.૦૦ વાગે છેક OT રાખ્યું, એને ક્યાં Anesthesia વાળા ડોક્ટરની જરૂર હતી... વહેલું રખાયને.. ૭.૦૦ વાગે OT start થશે... ૮.૦૦ વાગે OT ખતમ કરીને પેલી ઘરે જતી રહેશે... શું કરું..? કંઈક તો કરવું પડશે.. મગજની સાથે એટલે વિચારોની ઝડપની સાથે પગના ચાલવાની ઝડપ પણ વધી રહી હતી..Tring … Tring… 1st ફલોરનો ઇન્ટરકોમ ફોન વાગી રહ્યો હતો.. રજતે ફોન રિસીવ કર્યો. નીચેથી રીશેપ્શનીસ્ટ બોલી કે Dr. PINKY ની ફોને છે તમારા માટે... “Connect કરો.”