સંબંધ-તારો ને મારો - 1

(12)
  • 3.9k
  • 1.6k

સમીર વાયુવેગે પોતાના રૂમમાંથી નીકળ્યો અને સડસડાટ કરતા દાદરા ઉતરી ગયો. એની મમ્મી કાંઈ બોલે એ પહેલાં તો એ બહાર ગેટ સુધી પહોંચી ગયો હતો બેટા સમીર, આજે પણ તું નાસ્તો કર્યા વગર જ કોલેજ જઈશ? સમીરની મમ્મી એ ગેટ પર પહોંચેલા સમીરને પાછળથી ટોકતા કહ્યું. ઓહ મારી સ્વીટ મમ્મા...મોડું થઈ ગયું છે એટલે કોલેજમાં જ કાંઈક ખાઈ લઇશ..ચાલ હવે હું નીકળું સમીરે પોતાના આગવા અંદાજ માં એની મમ્મીના ગાલ ખેંચતા કહ્યું. સારું, પણ હવે જમવાનું નામ લીધું છે તો હવે થોડું પાણી પી ને જા. હું પાણી લઇને આવી હમણાં. તું ઉભો રહેજે સમીરની મમ્મી એ પોતાની મમતા બતાવતા