આનંદ નું ઝરણું

  • 4.4k
  • 1k

આનંદ નું ઝરણું તમારી ભીતર છે, જરાક અંતર્મુખી થઈ, પ્રાકૃતિક સૌંદર્ય માં એ કલરવ કરતાં પ્રેમાળ સ્પંદનોના સંસ્પર્શ થી , હદયને ભાવ ઉન્માદ માં દ્રવિભૂત કરી ચૈતન્ય સ્વરૂપ ડુબકી મારી કૃતાર્થ થઈ જવું...એ જીવન નું પરમ લક્ષ્ય છે... જેના સાનિધ્ય માં તરબોળ થઈ ભાવભીનું શબ્દોની માયાજાળ માં કવન બની‌ જઈ ભાવનાત્મક અતિરેક માં શબ્દોની લહેરોમાં અભિવ્યક્ત થઇ જવાનું,,પરમ ચૈતન્ય બની જવાનું, દ્રશ્ય દ્રષ્ટા અને દ્રષ્ટિ ની ત્રિપુટી ના ઐક્ય ની અનુભૂતિ માં ભાવાતિત બની જવાનું છે. સાક્ષી ભાવની તન્મયતા માં, નિર્લેપભાવે અનાસક્તિ માં કર્તવ્ય નિષ્કામ ભાવે સંપન્ન કરવાનું છે, જ્ઞાતા , જ્ઞાન અને જ્ઞેયમાં દ્રવીભૂત થઈ, પ્રત્યક્ષ અને પરોક્ષ ની