સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-38

(77)
  • 5.7k
  • 2.8k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-38 મોહીતને મૂકીને આવ્યાં પછી હિમાંશુનાં કહેવાથી જોસેફે હિમાંશુ અને ફાલ્ગુનનો ચીલ્ડ બીયરનાં ટીન લાવીને આવ્યાં. અને શિલ્પાની ફરિયાદ થઇ કે તમે તમારું કરીને બેસી ગયાં હમણાં મોહીતભાઇ હોત તો પહેલાં અમારુ વિચાર્યુ હોત. સોનીયા પણ કંઇક બોલવા ગઇ પણ ચૂપ થઇ ગઇ કારણ કે ત્યાંજ મલ્લિકાનાં ફોનમાં રીંગ વાગી અને બધાં જાણે ફરી સજાગ થઇ ગયાં. મલ્લિકાએ ફોન ઉઠાવ્યો સાથે સાથે એ પણ માર્ક કર્યુ કે બધાં સજાગ અને ફોન કોનો છે શું વાત કરું છું તે સાંભળવા કાન સરવા કરીને બેઠાં. એને અંદરઅંદર ખૂબ ગુસ્સો આવ્યો. એણે ફોન સ્ક્રીન પર જોયું માં નો ફોન છે